
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે.
હે તારે કિયા ભાઈનાં છોગલે હવે હીંચ લેવી છે
મારા સાહ્યબા તારે છોગલે મારે હીંચ લેવી છે.
હે તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય
મારા દલડાં લેરે જાય, મારા હૈડા લેરે જાય, ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે તારે કિયા ભાઈને દાંડિયે આજે હીંચ લેવી છે
મારા સાહ્યબા તારે દાંડિયે મારે હીંચ લેવી છે.
હે તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય
મારા દલડાં લેરે જાય મારા હૈડા લેરે જાય ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
તારે કિયા ભાઈની ઠેસે હવે હીંચ લેવી છે?
મારા સાહ્યબા તારી ઠેસે મારે હીંચ લેવી છે.
હે તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય મારા હૈડા લેરે જાય ઢોલીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
No comments:
Post a Comment