Singer - Vrattini Ghadage
Lyrics - Milind Gadhvi
Music - Kedar Upadhyay & Bhargav Purohit
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે - 'પ્રેમજી' અ રાઈઝ ઑફ વૉરિયર
ગાયિકા : વ્રતિની ઘાડગે
ગીત : મિલિંદ ગઢવી
સંગીત : કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ...
હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ...
કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ...
No comments:
Post a Comment