Showing posts with label Maa no garbo re. Show all posts
Showing posts with label Maa no garbo re. Show all posts

GujTube Navarati Special Collection - Maa No Garbo Re Full Video - Navratri Special - Gujarati Garba



માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો સુથારીને દ્વાર
અલી સુથારીની નાર તું તો સુતી હો તો જાગ !
માના ગરબે રે રૂડા બાજોઠિયા મેલાવ
માનો ગરબો રે...
માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર;
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
માનો ગરબો રે...
માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર;
એલી સોનીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
માનો ગરબો રે...
માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર;
એલી ઘાંચીડાની નાર, તું તો સુતી હોય તો જાગ !
માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
માનો ગરબો રે