Showing posts with label Tu Jo Nahi Aave Sajana. Show all posts
Showing posts with label Tu Jo Nahi Aave Sajana. Show all posts

Tu Jo Nahi Aave Sajana (તું જો નહીં આવે સજના) - દ્રવિતા ચોક્સી , પાર્થિવ ગોહિલ

કવિયત્રી : પ્રજ્ઞા વશી સ્વર : દ્રવિતા ચોક્સી , પાર્થિવ ગોહિલ સંગીત : મેહુલ સૂરતી ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો તું જો નહીં આવે સજના સૂનું સૂનું લાગે સજના ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું પતિંગીયાની પાંખો પહેરી ફૂલો પર મંડરાવું સૂર્યકિરણને સેંથે પૂરી મેઘધનું આકારું દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું હું તડપતી રેત બનું ને તું ભીનું આકાશ થાને તું જો નહીં આવે સજના સૂનું સૂનું લાગે સજના સાજ નથી સરગમ નથી પણ તુજ સંગે મારે ગાવું ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું રીમઝીમ હેલી થઇને હું તુજ મનમંદિર સજાવું વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું ચાલને હું તું છોડી એક બીજામાં ભળીએ તું જો નહીં આવે સજના સૂનું સૂનું લાગે સજના ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો